મનુષ્ય તરીકે આપણ અપૂર્ણ છીએ, કારણકે આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક ભૂલો કરી જ હશે. આપણે ત્યાં એ કહેવત પણ બોલવામાં આવે છે ને કે માણસ માત્ર ભલને પાત્ર. માફીને ઘણીવાર એવી કોઈ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો, રોષ અને બદલાની લાગણીઓને છોડી દેવાના ઇરાદાપૂર્વકના નિર્ણય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમે માનતા હોવ કે જેણે તમારી સાથે અન્યાય કર્યો છે. જો કે જયારે તમે અન્યોને માફ કરવાની તમારી ક્ષમતામાં ખુબ ઉદાર હોઈ શકો છો. ત્યારે તમે તમારી જાત પર વધુ સખ્ત હોય શકો છો.
એવી જ રીતે એટલા મોટા થયા ત્યાં સુધીમાં કોઈએ તો આપણને દુઃખ પહોચાડ્યું જ હશે અથવા તો એવું પણ થતું હશે કે આપણે જેવું ઈચ્છતા હોઈએ અને સામેવાળા પાત્રએ આપણી વિરુદ્ધ કાર્ય કર્યું એટલે આપણને ખરાબ લાગી આવે. માણસને પોતાની જાત પર આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. કારણકે કોઈપણ વ્યક્તિ તમને ઠેસ પહોંચાડી જાઈ અથવા તો તમને ગુસ્સો આવે એવું કામ કર્યું હોય તો પણ તમારે પોતાની જાતને ખોટું ના લાગે એવો વિશ્વાસ હોવો જ જોઈએ. સામેવાળા વ્યક્તિએ જે પણ તમારી સાથે કર્યું છે તમે એમનાથી ક્યાંય ક્યાંય ઉપર છો એવો દ્રઠ વિશ્વાસ હોવો જ જોઈએ.
જયારે તમને કોઈ દુઃખ પહોંચાડનાર વ્યક્તિ તમારો પોતાનો જ હોય મતલબ કે મિત્ર અથવા તો ખાસ હોય અને તમને દુઃખ પહોંચાડીએ માફી ના માંગી હોય અને તમે એ વાત પર આવીને તમારા જીવનને ઉભું રાખી દીધું હોય કે એમને મને દુઃખ પહોચાડ્યું અને માફી પણ ના માંગી. ત્યારે સ્વ-ક્ષમાના માર્ગ પર આગળ વધવું જોઈએ. એમના માટે અમે થોડી ટિપ્સ લાવ્યા છીએ જેમને અપનાવીને આગળ વધીને પોતાનું જીવન જીવતા શીખો.
માફ કરવાનો નિર્ણય લો
માફ કરવાએ એક મહત્વપૂર્ણ ભાગ છે, પછી ભલે એ તમારી જાતને માફ કરો અથવા તો એ વ્યક્તિને જેમને તમને દુઃખ પહોચાડ્યું છે. એક વાત હંમેશા મગજમાં કેદ કરી લેવી કે જો તમે ખુદને માફ કરતા નહીં શીખો ત્યાં સુધી તમે બીજા વ્યક્તિને પણ માફ નહીં કરી શકો. એ ક્યારેય નહીં વિચારતા કે સામેવાળા વ્યક્તિ પોતાની ભૂલ સુધારશે અથવા તો બીજી વાર તમને અથવા તો કોઈને પણ દુઃખ પહુંચે એવું નહીં કરે. તમારે તમારી જાતને જ જાતે માફ કરી આગળ કેવી રીતે વધવું એ વિચારવાનું છે. આગળ નિર્ણયનો તબક્કો આવે છે, જેમાં તમે તમારી જાતને જાહેર કરો છો કે તમે માફ કરવા માંગો છો.
જો તમે વ્યક્તિને માફ નથી કરતા તો એક વિચાર કરો કે શું એ વ્યક્તિ માટે ગુસ્સો રાખો છો તો એ તમારા માટે તમને આગળ વધવા માટે કામ આવી રહ્યો છે. તમે જાતે જ એક નિરાશાવાદી દૃષ્ટિકોણને વળગી રહ્યા છો. એમના કારણે તમે તમારા સંબંધોને ગુમાવી શકો છો. જો તમે સામે વાળા વ્યક્તિને માફ કરી શકતા ના હોય તો તમે તમારા જીવન સાથે આગળ વધવા માટે સમય અને શક્તિ ગુમાવી રહ્યા છો.
ચિંતા કરશો નહીં, કૃત્ય અસ્વીકાર્ય રહે છે
યાદ રાખો કે તમે કોઈને માફ કરવાનું પસંદ કર્યું છે જેણે તમને અન્યાય કર્યો છે તે તમારા પર લાદવામાં આવેલ નુકસાનને સ્વીકાર્ય બનાવતું નથી. ગુસ્સે થવું, વિખેરાઈ જવું અને દગો અનુભવવો એ ઠીક છે પરંતુ તમારી લાગણીઓ 100 ટકા માન્ય છે. લાગણીઓ ન તો સાચી કે ખોટી છે, તે ફક્ત અસ્તિત્વમાં છે. કોઈને માફ કરવામાં સક્ષમ બનવું એ તમને મોટી વ્યક્તિ બનાવે છે અને તમને તમારા જીવન પર નિયંત્રણ લેવાની અને તમારા માટે સીમાઓ નક્કી કરવાની મંજૂરી આપે છે. આ સીમાઓ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા ભવિષ્યમાં તમે જે સ્વીકારવા તૈયાર છો તેના માટે બાર સેટ કરશે. તમે સામે વાળા વ્યક્તિને એ કહેવાની છૂટ છે કે ‘તારી ભૂલ માટે મેં તને માફ કરી દીધો છે પણ હું આ વર્તન ફરી ક્યારેય સ્વીકારીશ નહીં.’
તમારી જાતને યાદ કરાવો કે તમે આ વ્યક્તિને તમારા જીવનમાં કેમ ઈચ્છતા હતા
દરેક વ્યક્તિમાં ખામી છે અને આપણી ધારણાઓ પણ છે. તેથી નુકસાન અનિવાર્ય છે. સુખી ટકાઉ સંબંધ માટે આપણી પાસે જવા દેવા અને શાંતિ સ્થાપવા માટેની પદ્ધતિ હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ જેની તમે કાળજી રાખતા હોવ તે એવી રીતે વર્તે છે, અથવા તો જે તમને દુઃખ પહોંચાડે છે પરંતુ તમે સંબંધ જાળવી રાખવા માંગો છો, ત્યારે તે વ્યક્તિએ તમારા જીવન માટે શું કર્યું છે તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે. લોકો બદલી શકાય તેવા નથી. તમારી જાતને યાદ અપાવવું અગત્યનું છે કે તમારી પાસે પિતા, માતા, શ્રેષ્ઠ મિત્ર છે. આનો અર્થ એ નથી કે લોકોએ દુર્વ્યવહાર માટે આસપાસ વળગી રહેવું જોઈએ અથવા ખરાબ અથવા બિનઆરોગ્યપ્રદ સંબંધોમાં રહેવું જોઈએ. તેનો અર્થ એ છે કે સફળ સંબંધો વિકસાવવા અને જાળવવા મુશ્કેલ છે મે જેમાં છો તે દરેક સંબંધમાં થોડું સ્વ-બચાવ જરૂરી છે. જો તમે દ્વેષ રાખતા હોવ, સ્કોર જાળવી રાખતા હોવ અથવા કોઈને તેના વિશે ખરાબ લાગે તેવો પ્રયાસ કરો. કરેલા કામ માટે ચૂકવણી કરવાની રીતો વિશે વિચારવું.
માનસિક અને શારીરિક રીતે પોતાની સંભાળ રાખો.
અપરાધ એ એક આંતરડાની લાગણી છે. તે બધી જ પ્રકારની પીડાદાયક તરીકે ઉદ્ભવતું હોય છે. જો સામેવાળો વ્યક્તિ આપણા માટે અપરાધ અને શરમ અનુભવતું હોય અને તમે જો માફી ના આપી શકતા હોય તો ચોક્કસપણે આપણા સંબંધોમાં અંતર આવી શકે છે. ભાવનાત્મક રીતે તમે તણાવ અનુભવી રહ્યા છો તો તમે એવું વિચારી રહ્યા હોય કે તમે પહેલેથી જ એમને આમ ના કહ્યું હોત તો આજે આ પરિસ્થિતિ અલગ હોત. કોઈપણ વસ્તુ અથવા તો પરિસ્થિતિ વિષે લાંબો સમય નહીં વિચારવાનું, જો લાંબો વિચાર કર્યો એટલે તમે તમારી જાત પ્રત્યેની આપણી ધારણાને બદલી ના શકીયે. તેથી જ આપણા આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર થઈ શકે છે. એટલા માટે સામે વાળા વ્યક્તિને માફી માંગે અથવા તો ના પણ માંગે તો પણ માફ કરી દેવાનું. અને શક્ય તેટલી વહેલી તકે તમારી જાતને પણ માફ કરવી મહત્વપૂર્ણ છે, અને, જો તમને આગળ વધવામાં ગંભીર મુશ્કેલી આવી રહી હોય, તો ચિકિત્સકની મદદ લો.
તમારા વિચારો લખો
મનોવૈજ્ઞાનિક ઉપચારમાંનો જો કોઈ એક શક્તિશાળી સાધન હોય તો એ છે જર્નલિંગ. અને આવા કિસ્સાઓમાં એ ખાસ કરીને મદદરૂપ સાબિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્વ-ક્ષમા અથવા તો બીજાએ તમને હર્ટ કર્યું હોય ત્યારની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરતી હોય ત્યારે તેમની લાગણીઓને એક બૂકના પેઈજ પર લખવી અને તમે લખી શકો છો, ઉદાહરણ તરીકે, હું એક સારો માણસ છું. હું એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છું. મારો વિશ્વાસ કોઈ પણ માણસ કરી શકે છે. હું ક્યારેય કોઈને હર્ટ થાઈ એવું કરતો નથી. તમે ક્યારેય જીવનમાં અવિશ્વસનીય વસ્તુ કરતા નથી. પછી એ આખી સૂચિને વાંચો. તમારી જાતને જ પૂછો. શું તમે ખરેખર વિશ્વસનીય માણસ છો, અથવા તમે ક્યારેય જીવનમાં અવિશ્વસનીય વસ્તુ કરી નથી. શું ખરેખર તમારો વિશ્વાસ કોઈ પણ માણસ કરી શકે છે? તમારા પોતાનાને પોતાના લેખનની અંદર જ જવાબની નોંધ લખો. તમારી જાતને જેટલા સવાલ કર્યા એમના બધાના જવાબ લખો. તમારા વર્તનથી કોઈને ખરાબ લાગ્યું હોય એ સૂચિ સુંદર રીતે થોડીક જ આવી છે. તો વિચાર કરો કે જો તમારા થી ભૂલ થઈ એવી જ રીતે બધાથી નાની મોટી ભૂલો થતી જ હોય છે. પરંતુ માફ કરીને અથવા તો ભૂલીને આગળ વધશો તો જ જીવનની નવી રાહ બનશે. હું એવું માનું છું કે જો વિચાર તમને વર્ષો પછી પણ પરેશાન કરે છે, તો તમે ખરેખર વિશ્વાસપાત્ર વ્યક્તિ છો જે પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે.