આપણે બધા જાણીયે જ છીએ કે વડોદરા શહેરને બીજા નામ થી પણ ઓળખવામાં આવે છે અને એ છે ‘સંસ્કારનગરી.’ હાલમાં જ નવરાત્રીના પવન અવસર પર શહેરને શર્મસાર કરી દે એવી ઘટના બની હતી. જેમને સાંભળતા જ આંખો નમાવવાનું મન કરે. કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિ પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી છે. આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે.શહેરના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ ગરબાએ ગરબા રમતાં સિગારેટના ધુમાડા કાઢતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાતા આ વીડિયોએ શહેરમાં ચર્ચા જગાવી છે. માતાજીની શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રીના પર્વમાં માના ચાચરચોકમાં ખુલ્લેઆમ ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીએ પોતાનો તો ખ્યાલ ના કર્યો પરંતુ બીજા ખેલૈયાઓનો પણ વિચાર ના કર્યો. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.
ખરેખર લોકો પોતાના સંસ્કાર ભૂલતા જઈ રહ્યા છે. આપણે બધા આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીયે એમના માટે જ આપણો દેશ બધા જ તહેવારોને હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે અને એમાં પણ નવરાત્રી એટલે ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર. આજની પેઢી કઈ બાજુ વળી રહી છે એ કોઈને ખબર નથી, તેથી જ આમનું પરિણામ ખુબ જ ખરાબ આવે છે. જો વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી વડોદરાને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં, જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે આ પ્રકારનું દૂષણ ઘુસાડી શકાય. તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વિડીયો છે. આ વિડીયોએ વડોદરા શહેર સહીત સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
આ વીડિયો જેમને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે એમને જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી, પરંતુ આ પ્રકારની પ્રવૃતિઓ ગરબા મેદાનમાં ચલાવી લેવાય નહીં. માતાજીના પવિત્ર તહેવારમાં આ પ્રકારના કૃત્યની હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ આયોજકોએ પણ કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી અને જણાવ્યું હતું કે, આ પ્રકારના કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે.
સુરક્ષાકર્મીઓને ખાસ સૂચના આપવામાં આવશે અને આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આ બાબતે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યું હતું કે, જો ખરેખર એમ હોય તો એ ખોટું છે. અમે સિવિલ ડ્રેસમાં ફરતી SHE ટીમને સૂચના આપીશું. તેઓ હવે રોમિયો સાથે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે. એક રિપોર્ટ મુજબ, આ મામલે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ ભાવિન વ્યાસે શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, આ યુવતીએ આ કૃત્ય દ્વારા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. તેની સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવે, તેમજ જો આયોજકો સામેલ હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.