Yoga

આજના દિવસે આપણો દેશ યોગ દિવસ ઉજવે છે, PM યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરતા કહ્યું યોગ બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.

21 જૂન 2022ના દિવસે આખું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતું આવ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કર્ણાટકના હેરિટેજ શહેર મૈસૂરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ આજના દિવસે કર્યું હતું. યોગ દિવસની ઉજવણીની થીમ ‘માનવતા માટે યોગ’ છે અને સમગ્ર વિશ્વમાં લગભગ 25 કરોડ લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે તેવી અપેક્ષા છે, જેઓ બધા માટે વધુ સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એકસાથે યોગ કરે છે. મૈસૂર પેલેસ મેદાનમાં વડાપ્રધાનની સાથે યોગની ઉજવણીમાં 15,000થી વધુ લોકો ભાગ લઈ રહ્યા હતા. કર્ણાટકના હેરિટેજ શહેર મૈસુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની આઠમી આવૃત્તિના મુખ્ય કાર્યક્રમમાં યોગ કર્યા. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, અને આયુષ મંત્રાલયના અધિકારીઓ અને કર્ણાટક સરકાર અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં યોગ કર્યા હતા.

27 સપ્ટેમ્બર, 2014 માં યુએન જનરલ એસેમ્બલીમાં તેમના ભાષણ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિચાર રજૂ કર્યો હતો. 21 જૂન કે જે ઉનાળાના અયન તરીકે પણ ઓળખાય છે તે યોગ દિવસ તરીકે પસંદ કરવામાં આવે એવું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ભારત દ્વારા પસાર કરાયેલા ડ્રાફ્ટ ઠરાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો. યોગની સાર્વત્રિક માન્યતા અને વધતી જતી લોકપ્રિયતા સાથે, યુનાઈટેડ નેશન્સે 11મી ડિસેમ્બર, 2014ના રોજ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો.પ્રથમ યોગ દિવસ 2015 માં ઉજવવામાં આવ્યો હતો. શરીરના શારીરિક અને માનસિક વિકાસમાં યોગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. વડાપ્રધાને સોમવારે ટ્વિટર પર જણાવ્યું હતું, “આવતીકાલે, 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. ‘માનવતા માટે યોગ’ ની થીમ દ્વારા માર્ગદર્શન આપીને, ચાલો આ યોગ દિવસને સફળ બનાવીએ અને યોગને વધુ લોકપ્રિય બનાવીએ.”

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આઠમી આવૃત્તિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના ભાષણમાં જણાવ્યું હતું કે યોગ એ વૈશ્વિક તહેવાર બની ગયો છે કારણ કે પ્રાચીન ભારતીય પ્રથાની વ્યાપક સ્વીકૃતિ છે કારણ કે તેમણે કર્ણાટકના મૈસુરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. યોગ નિદર્શન પહેલા બોલતા જેમાં તેમણે 45 મિનિટ સુધી ભાગ લીધો હતો, પીએમ મોદીએ કહ્યું, “ભારતની તે અમૃત ભાવનાનો સ્વીકાર જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી. તેથી જ દેશભરમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.” યોગ કરવાથી બર્હ્માંડમાં શાંતિ મળે છે. યોગ એક એવી આદત છે જે વિશ્વના બધા જ લોકોને અપનાવવાની જરૂર છે. “સ્વાસ્થ્ય અને આયુર્વેદની દિશામાં ભારતના પ્રયાસોને કારણે આજે યોગ અને આરોગ્યને  પુરી દુનિયામાં એક અલગ પહેચાન મળી છે. આપણે બધા જ એવો વિચાર કરીયે કે આપણા દેશનો કોઈ પણ નાગરિક આપણી આ વિરાસતથી અભિન્ન અને વંચિત ના રહે.” આ સિવાય પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “બેટીને ભણાવો, પર્યાવરણને માટે, જળ સંરક્ષણના માટે, અને સ્વાસ્થ્ય ભારત માટે પણ આપણે બધાને મળીને આગળ આવવું પડે એમ છે.” અને એક બીજી પણ મહત્વપૂર્ણ વાત એ છે, “એક સંકલ્પ લઈએ કે પ્રાકૃતિક ખેતી કરીયે. આપણું અન્ન શુદ્ધ બનાવીયે કારણકે જેટલું આપણું અન્ન શુદ્ધ હશે એટલું જ આપણું મન શુદ્ધ થશે. આપણું મન સુખી અને પવિત્ર બનશે. યોગ માટે ધાર્મિક સમુદાય આગળ આવે અને લોકોને જાગૃત કરવાનું કહ્યું કારણકે આપણી ભારત માતા, આપણી ધરતી માતા ને બધા જ મળીને કેમિકલથી મુક્ત કરીએ જેમના લીધે પૂરો દેશ શુદ્ધ હવાનો શ્વાસ લે.” આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જે કાર્યની અંદર સંતોનો પ્રયાસ થઈ જાય છે તે કાર્યમાં આધ્યાત્મિક ચેતના અને ઈશ્વરીય આશીર્વાદ પણ જોડાય જાય છે. વિશ્વભરના લોકો માટે યોગ હવે માત્ર જીવનનો ભાગ નથી, જીવનનો માર્ગ બની રહ્યો છે. અમારા યોગને જાણવું પણ છે અને જીવવું પણ છે.” યોગ દિવસની વ્યાપકતા અને સ્વીકૃતિ એ ભારતની અમૃત ભાવનાની સ્વીકૃતિ છે, જેણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું, “યોગ એ માનવતા માટે ભારતની ભેટ છે અને તે સ્વાસ્થ્ય અને સુખાકારી, મન, શરીર અને આત્માને સંતુલિત કરવા માટેનો સર્વગ્રાહી અભિગમ છે.” રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં યોગ દિવસના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે દરેકને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને તેના ફાયદાઓ અનુભવવા પણ કહ્યું.

Related posts
Yoga

શું તમે ધ્યાન ધરવાની આજથી પ્રેક્ટિસ શરૂ કરી છે? તો આ 7 પોઝ અપનાવીને કરો શરૂઆત

Yoga

ફ્લેટ એબ્સ બનાવવા ગમે છે તો એક વાર આ ટ્રાય કરી જુવો  બની શકે તમારા માટે કામ થઈ જાય

FitnessYoga

શ્રેષ્ઠ ડાયેટ પ્લાન ટિપ્સ આજમાવીને 50 પછી વજન ઘટાડવાનું બનાવો શક્ય

Yoga

જો તમે તમારી લવચીકતામાં વધારો કરવા માંગતા હોવ, તો નિયમિતપણે કરો આ આસનો અને મેળવો પીડા અને જડતામાંથી રાહત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *